ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 20021 min read

This post has already been read 3 times!

ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002:  ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? રજા ના નિયમોમાં નિયમ, ,રજા પ્રકાર પ્રાપ્ત રજા /હક રજા અર્ધ પગારી રૂપાંતરિત બિન જમા રજા ,પ્રસુતિ રાજા  ,દિવસ ,વિશેષ માહિતીની આ પોસ્ટ માં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે . સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.

રજા વિષે કેટલીક સમજવા જેવી બાબતો 

  • 💢સર્વિસ /નોકરી  દરમિયાન  ગમે તેટલી રજા જમા હોય પણ રોકડ માં રૂપાંતર 300 રજા નું થાય .
  • 💢વેકેશન કર્મચારી ને 30 (2.5)અને નોન વેકેશન ને અર્ધપગારી રજા 20 મળે મહિને 1.66/(5/3) જમા થાય 
  • 💢ફિક્સ પે માં હોય તેને 12 કે 15 સી .એલ સિવાય કોઈ રજા મળતી નથી (ગ્રાન્ટેડ માધ્યમિક માં 15 c .l છે )
  • 💢પ્રસુતિ માટે હયાત બાળકો નો નિયમ છે.(ex એક મહિલા કર્મચારી છે .તેને બે સંતાન છે . સંતાન થયા બાદ નોકરી મળે તો રજા મળવા પાત્ર નથી એમ પિતૃત્વ રજા માં પણ છે
  • 💢લેણી અને માંગેલી રજા નો પ્રકાર ફેરવવા ની સત્તા અધિકારી ને નથી . કર્મચારી ની લેખિત પરવાનગી હોવી આવશ્યક છે 
  • 💢વારંવાર કોઈ કર્મચારી તબીબી કારણ ધરી રજા માંગે તો તબીબી મંડળ નું ધ્યાન દોરવું 
નિયમ રજા  પ્રકાર દિવસ વિશેષ માહિતી 
👉46💥પ્રાપ્ત રજા /હક રજા 30💥શિક્ષકો ને મળતી નથી (નોન વેકેશનલ ) 💥સત્ર 1ની 15 સત્ર 2 ની 15=30  💥નોકરી દરમિયાન 300 જમા થાય . 💥મહિનામાં 2.5 (અઢી )રજા મંજુર થાય દર મહિને આજ રીતે ગણતરી  💥પ્રાપ્ત રજા  7/120 =  7 દિવસ ની મંજુર થાય વધુમાં વધુ 120 દિવસ ની મંજુર થાય  💥વર્ષ માં ત્રણ વાર ભોગવી શકાય 
👉50(2)💥પ્રાપ્ત રજા (વેકેશન વાળા કર્મચારી 
)
💥વેકેશન માં કામ કર્યું હોય  💥3 દિવસ વેકેશન માં કામ કરો ત્યારે 1 દિવસ પ્રાપ્ત મળે  💥1/3 રજા જમા થાય  💥(ફિક્સ પગાર ના કર્મચારી ને પ્રાપ્ત રજા ન મળે તેને વળતર રજા મળે એપણ પુરેપુરી મળે )
👉57(1)💥અર્ધ પગારી 20💥મહિને   5/3 અથવા 1.66 જમા થાય  
👉58💥રૂપાંતરિત  💥7 દિવસ થી લઇ 90 દિવસ ભોગવી શકો (વિવેકાનું સાર ફેરફાર મંજુર કરનાર કરી શકે ) 💥સમગ્ર નોકરી દરમિયાન 240 રજા વાપરી શકો 
👉59બિન જમા રજા 360💥રજા જમા ન હોય ત્યારે વાપરી શકાય . 💥સળંગ 90 અને સમગ્ર નોકરી દરમિયાન 360 મળે 
👉60💥કપાત /અસાધારણ રજા 36 માસ  (1080 દિવસ )💥સળંગ 3 મહિના /આખી નોકરી દરમિયાન 36 માસ 
👉69💥પ્રસુતિ180💥6 મહિના  💥0થી 1 વર્ષ  દરમિયાન પગાર મળતો નથી .(ફક્ત પ્રસુતિ રજા ફૂલ પગાર માં નડતી નથી ) 💥1 વર્ષ અને 2 વર્ષ કરતા ઓછી નોકરી અડધો પગાર મળે  💥2 વર્ષ કરતા નોકરી વધુ હોય તો ભાપગારી  💥હયાત બે બાળકો નો નિયમ છે.
👉70💥પિતુત્વ15💥બાળક ના જન્મ થી 6 મહિના 
👉71💥કસુવાવડ /ગર્ભ પાત 45/7 💥કુદરતી કસુવાવડ 45 દિવસ સુધીની રજા મળવાપાત્ર (અધિકારી નક્કી કરે ) 💥કૃત્રિમ (બાળક નથી જોઈતું તો 7 દિવસ ) 💥5 વર્ષ માં એકજ વાર (કુદરતી કસુવાવડ માં આ નિયમ લાગુ પડતો નથી )
    

👉કેજ્યુઅલ લીવ

👉 કેજ્યુઅલ લીવ ને પ્રાસંગિક રજા પણ કહે છે.

👉કુલ વર્ષ ની પ્રાથમિક માં   12 રજા અને માધ્યમિક 15 કેજ્યુઅલ (CL) મળે છેઃ

[[કેજ્યુઅલ લિવ  CL રજા ના પ્રકાર માં નથી  અને મરજિયાત રજા પણ રજા ના પ્રકાર માં નથી.

આ રજા માત્ર સરકાર આપે છેઃ ]]

👉 વેકેશન ની આગળ પાછળ રજા ભોગવતા પેહલા પૂર્વ મંજૂરી અવશ્ય લેવી 

👉 3 દિવસ થી વધુ નહિ તેટલી પરચુરણ રજા ભોગવી શકાશે (અપવાદ -10)

👉કોઇપણ પ્રકારની રજા નકારવાનો હક સત્તાધિકારીને છે,રજા હક્ક તરીકે માંગી શકાય નહી.નિયમ ૧૦() ▸ કેન્સલ કરી શકે છે 

👉કેજ્યુઅલ રજા સામાન્ય સંજોગોમાં અગાઉથી મંજૂર કરાવવાની રહે છે.

👉 આકસ્મિક સંજોગોમાં રજા મંજૂર કરાવ્યા વિના રજા ભોગવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો જે દિવસે રજા ભોગવવામાં આવે તે જ દિવસે શાળા શરુ થાય તે પહેલાં કેઝ્યુલ રજા નો રીપોર્ટ મુખ્યશિક્ષકને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી.

👉 અન્યથા રજાના રિપોર્ટ વિનાની ગેરહાજરી કપાતપગારી રજા ગણાશે. કપાત પગારી રજા ને અસાધારણ રજા પણ કહેવાય છેઃ 

 👉સતત ૭ દિવસ ની C.L મુખ્યશિક્ષક મંજૂર કરી શકે.

પરંતુ,અસાધારણ સંજોગોમાં ૭ કરતાં વધુ રજા ની જરુર પડે તો વધારાની ૩ સહિતની કુલ ૧૦ રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજુર કરી શકશે.

 👫મુખ્યશિક્ષકોની C.L તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મંજૂર કરશે.

👫સ્ટાફના ૧/ર કરતાં વધુ શિક્ષકોની C એકસાથે મુખ્યશિક્ષક મંજૂર કરી શકશે નહી.

👫રજા પર રહેનાર શિક્ષકનો વર્ગ અન્ય હાજર શિક્ષકોને સોંપવાનો રહેશે જેથી જવાબદારી નું વહન થઇ શકે.

» અચાનક જવાનું થાય તે સિવાય જો અડધા દિવસની CL પર જવાનું થાય તો શાળા સમય શરુ થતાં જ રીપોર્ટ રજૂ કરી મંજૂર કરાવી લેવો જોઇએ જેથી ઓનલાઇન હાજરી માં નોંધ કરી શકાય.

આ પણ વાંચો ::👁

August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

 

Leave a Comment