
Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27નું રાજ્ય બજેટ રજૂ કર્યું હતું. સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમણે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્ષે ગુજરાતના બજેટનું કુલ કદ 4,08,053 કરોડ રાખવામાં આવ્યું છે. સાથે જ 974 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે.
| Gujarat Budget 2026: કનુ દેસાઈ દ્વારા આજે વિધાનસભામાં 4,08,053 લાખ કરોડનું વિશાળ બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ગત વર્ષની સરખામણીએ 10%નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વિકાસને વેગ આપવા અને રાજ્યની આર્થિક મજબૂતી માટે આ બજેટમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી હોવાનું તેમણે ગૃહને જણાવ્યું. |
| મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે 3055 કરોડની જોગવાઇ |
| નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ |
| RTEના વિદ્યાર્થીઓ માટે 827 કરોડની જોગવાઈ |
| પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 598 કરોડની જોગવાઇ |
| નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય 250 કરોડ રૂપિયાની જોગવાઈ |
- જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે 223 કરોડની જોગવાઈ
- એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે 223 કરોડની જોગવાઈ
- 31 હજાર 790 શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો 135 કરોડની જોગવાઈ
- ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે 120 કરોડની જોગવાઈ
- પ્રાથમિક શાળાના અંદાજે 52 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક આપવા માટે 119 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક આપવા માટે 112 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા 100 કરોડની જોગવાઈ
- ધોરણ-6થી12 માં અભ્યાસ કરતી 9.72 લાખ વિદ્યાર્થિનીઓને સેનેટરી નેપકિન માટે 47 કરોડની જોગવાઈ
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં મોટી રાહત

નમો સેન્ટ્રલ લાયબ્રેપી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ડિજિટલ રીડિંગ ઝોન, ઈ-લાઇબ્રેરી, સંશોધન કેન્દ્ર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખાસ વિભાગ અને બાળકો માટે વિશેષ વાંચન વિસ્તાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. રાજ્ય સરકારનો હેતુ યુવાનોમાં વાંચનની ટેવ વિકસાવવાનો અને સંશોધન માટે ઉત્તમ માહોલ પૂરું પાડવાનો છે
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
