
આવતીકાલથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થશે. અને આ મહિનો સ્કુલના વિદ્યાર્થીઓ માટે રજાઓની ભરમાર લઈને આવશે. તહેવારના આ મહિનામાં બાળકોને કુલ કેટલા દિવસ સ્કૂલમાં રજા રહેશે. ચાલો જોઈએ લિસ્ટ.
એક નજર કેલેન્ડર પર
ઓગસ્ટ મહિનો આવે એટલે છોકરાઓને જલસા પડી જાય. ઓગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો આ મહિને આવે રક્ષાબંધ, 15 ઓગસ્ટ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો અને સાથે રવિવારની રજા તો ખરી જ. તો ચાલો કરીએ એક નજર કેલેન્ડર પર જેથી જો તમે લાંબી રજામાં ક્યાંય જવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો તો ફેમિલી સાથે મળશે પૂરતો સમય.
ઓગસ્ટમાં કેટલી રજાઓ ?રજાની ભરમાર
ઓગસ્ટ 2025 ભારતના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક રોમાંચક મહિનો રહેશે. ઘણા તહેવારો અને એક નેશનલ ફેસ્ટિવલ સાથે સ્કૂલો ઘણા દિવસો બંધ રહેશે. રક્ષાબંધન શનિવાર 9 ઓગસ્ટના છે તે પછી રવિવારે પણ શાળાઓ બંધ રહેશે. ઘણા રાજ્યોમાં ઘણા સ્કૂલમાં 2-3 દિવસની રજા રહેશે. રક્ષાબંધનના દિવસે રાજ્ય સરકારે પબ્લિક હોલિડે ની જાહેરાત કરી છે માટે આ દિવસે તમામ કોલેજો, શાળાઓ અને સરકારી ઓફિસ બંધ રહેશે.
રક્ષાબંધનની રજા

રક્ષાબંધન હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતિકસમા આ દિવસે બહેન તેના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેની ઉંમર અને રક્ષા માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. આ તહેવાર શનિવારે આવે છે અને રવિવારની રજા એમ રક્ષાબંધન પર કુલ 2 દિવસની રજા રહેશે.
Independence Day ની રજા

15 ઓગસ્ટ એટલે કે Independence Day ની રજા આખા ભારતમાં હોય છે. આ વર્ષે 15 ઓગસ્ટ શુક્રવારે આવે છે. આ દિવસે તમામ શાળાઓ, સરકારી કચેરીઓમાં આઝાદીનો દિવસ ઉજવાશે. આ દિવસે શાળામાં કોઈ શિક્ષણ કાર્ય નહીં થાય. 15 ઓગસ્ટના બીજા દિવસે જન્માષ્ટમી છે અને પછી રવિવાર. આમ તમે 15 થી 17 ઓગસ્ટ સુધી લાંબુ વિકેન્ડ એન્જોય કરી શકો છો.
જન્માષ્ટમીની રજા

16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે. આ દિવસે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે અને આ વસરે પણ શાળાઓમાં રજા રહેશે.
ગણેશ ચતુર્થી
આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટે શનિવારના દિવસે આવશે. તેના બીજા દિવસે શનિ અને રવિ આમ 3 રજા મળશે. આ સાથે 31 ઓગસ્ટ સુધી એક લાંબુ વિકેન્ડ મળશે.
ઓગસ્ટ મહિનાનું કેલેન્ડર
દેશભરમાં મોટા ભાગની સ્કૂલોમાં શનિ અને રવિવારના રોજ રાજા હોય છે. જો કે દરેકના નિયમ અલગ હોય છે. ઘણી જગ્યાએ બીજા અને ચોથા શનિવારે રજા આપતા હોય છે. તો ઘણી શાળાઓમાં શનિવારે હાફ ડે પણ મળે છે. આ સ્થિતિમાં પણ શનિ રવિની ઘણી રજાઓ આ મહિને મળશે
Ojas New Recruitment 2025:post of Assistant Engineer (Civil) Class-3 under
Google course:Grow your business with Workspace