અમદાવાદમાં ધોરણ 9 પાસ માટે બહાર પડી મોટી ભરતી, વિગત જાણી ફટાફટ કરી દો અરજી

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 જગ્યાઓ પર સેવક તથા સેવિકાની પસંદગી કરવામાં આવશે, જેમાં 214 મહિલાઓ અને 436 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 જગ્યાઓ પર સેવક તથા સેવિકાની પસંદગી કરવામાં આવશે, જેમાં 214 મહિલાઓ અને 436 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવેલી તમામ શરતો વાંચીને નિર્ધારિત સ્થળેથી અરજી ફોર્મ મેળવી તેને ભરવાનું રહેશે.

ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને નિમણૂક મેળવવા માટે શારીરિક કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યુ પાસ કરવું ફરજિયાત રહેશે. જો શારીરિક પરીક્ષા માટે વધારે સંખ્યામાં ઉમેદવારો હાજર રહેશે તો લેખિત પરીક્ષાનું આયોજન પણ થઈ શકે છે. અરજી ફોર્મ ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ રહેશે અને ભરેલ ફોર્મ નિર્ધારિત સ્થળે જમા કરાવવાનું રહેશે.

અરજી ફોર્મ 25 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન દરરોજ સવારે 11:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ઓનલાઈન ફોર્મ પોલીસ વિભાગની અધિકૃત વેબસાઈટ https://cpahmedabad.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ભરેલું ફોર્મ તથા સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે PRO રૂમ, જુના પોલીસ કમિશ્નર કચેરી, શાહીબાગ, અમદાવાદ ખાતે જાતે હાજર રહી જમા કરાવવું રહેશે.

સંસ્થાનું નામ –અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ
પોસ્ટનું નામઅમદાવાદ ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/સેવિકા
કુલ જગ્યા પર ભરતી650
નોકરીનું સ્થાનઅમદાવાદ
શૈક્ષણિક લાયકાત9 ધોરણ પાસ
અરજી ફોર્મ મેળવવાની તારીખ –તા-25-08-2025 થી તા-18-09-2025 સુધી
અરજી ફોર્મ જમા કરાવવાની તારીખતા-25-08-2025 થી 20-09-2025 સુધી 11 કલાકથી 18 કલાકની વચ્ચે જમા કરાવવાનું રહેશે.
અરજીનો પ્રકારઓફલાઈન
વેબસાઇટ-https://cpahmedabad.gujarat.gov.in/
ખાલી જગ્યાનું વિતરણ
  • પુરુષ માટે ખાલી જગ્યાઓ – 436
  • મહિલાઓ માટે ખાલી જગ્યાઓ – 214
શૈક્ષણિક લાયકાત
  • અરજદારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 9 કે તેથી વધુ પાસ કરેલ હોવું જોઈએ.
  • વય મર્યાદા (18-09-2025 અનુસાર)
  • ઓછામાં ઓછી – 18 વર્ષ
  • વધુમાં વધું – 40 વર્ષ
અરજી પ્રક્રિયા
  • નિયુક્ત કેન્દ્રો પર ઑફલાઇન અરજીઓ સબમિટ કરવાની રહેશે.
  • ઉમેદવારોએ સૂચનાઓ માટે સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ.
  • વિગતવાર માર્ગદર્શિકા માટે સત્તાવાર વેબસાઇટ cpahmedabad.gujarat.gov.inની મુલાકાત લો.
પસંદગી પ્રક્રિયા

સાબર ડેરી ભરતી 2025: ITI થી MBA સુધીના ઉમેદવારો માટે બમ્પર ભરતી,ટ્રેઈનીથી મેનેજર સુધીની જગ્યા ખાલી, જાણો અરજી પ્રક્રિયા

શારીરિક તંદુરસ્તી કસોટી
ઇન્ટરવ્યૂ રાઉન્ડ
પોલીસ વિભાગ દ્વારા પાત્ર ચકાસણી
અંતિમ નિમણૂક એકંદર કામગીરીના આધારે કરવામાં આવશે.

અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ25 ઓગસ્ટ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર 2025

અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ
Ahmedabad Jobs
Ahmedabad Police

BSF Head Constable Recruitment 2025 – Apply Online for 1,121 Vacancies (RO & RM)

Leave a Comment

0

Subtotal