ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા વિકલાંગો માટે એક સુવર્ણ તક સમાન ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કંડકટર પદની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાલો જાણીએ કે આ ભરતી માટે શું છે લાયકાત? કોણ અરજી કરી શકે છે? શું રહેશે ભરતી પ્રક્રિયા?
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ viklang bharti ditel
અમદાવાદમાં ધોરણ 9 પાસ માટે બહાર પડી મોટી ભરતી, વિગત જાણી ફટાફટ કરી દો અરજી
| ભરતી પ્રક્રિયા? | ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ |
| જગ્યાઓ | 571 |
| અરજી | ઓનલાઈન અરજી |
| વેબસાઇટ | gsrtc |
| વયમર્યાદા | 18થી 33 વર્ષ |
અરજી શરૂ થવાની તારીખ: 16 સપ્ટેમ્બર 2025
પગાર
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની જગ્યા માટેની ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. કુલ 571 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેમજ પાંચ વર્ષ માટે રૂ.26000 ફિક્સ પગાર મળશે. આ માટે 16 સપ્ટેમ્બરથી 1 ઓકટોબર સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી 16 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર સુધી સ્વીકારવામાં આવશે.
વયમર્યાદા/હેતુલક્ષી પરીક્ષા
નિગમ દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર આ પદ માટે અરજી કરવા માટેની વયમર્યાદા 18થી 33 વર્ષ રહેશે પરંતુ સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની મહત્તમ છૂટછાટ લાગુ પડશે. શૈક્ષણિક લાયકાત ધોરણ 12 સમકક્ષ રહેશે અને 100 ગુણની ઓ. એમ. આર. હેતુલક્ષી પરીક્ષા આપવાની રહેશે. તેના આધારે જ આખરી મેરીટ તૈયાર કરવામાં આવશે. જરૂરી પ્રમાણપત્રમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. તેમજ વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
કેટેગરી મુજબની ખાલી જગ્યાઓ

દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતીમાં વિવિધ કેટેગરી હેઠળ જગ્યાઓ ફાળવવામાં આવી છે:
- LV (Low Vision): 143
- HH (Hearing Impaired): 143
- LC, AAV (OA, OL, BL વગેરે): 143
- MI (Multiple Disabilities): 142
- કુલ જગ્યાઓ: 571
અરજી ફી
ઉમેદવારોએ અરજી ફી ઓનલાઈન જમા કરાવવાની રહેશે. સંયુક્ત પરીક્ષાની પ્રોસેસ ફી માટે ચુકવણીની મુદત 16/09/2025 થી 03/10/2025 સુધી રહેશે.
કેવી રીતે અરજી કરવી ?
- ઉમેદવારોને GSRTCની અધિકૃત વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે. ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. સમયમર્યાદા પછી આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.
નિષ્કર્ષ
આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે એક મોટી તક છે, જ્યાં તેમને સરકારી નોકરી સાથે સ્થિર આવક મળશે. જો તમે લાયક છો તો વહેલી તકે ઓનલાઈન અરજી કરવી જરૂરી છે.
BSF Head Constable Recruitment 2025 – Apply Online for 1,121 Vacancies (RO & RM)

