SPU Junior Clerk Bharti 2025 : ગુજરાત રાજ્યના યુવાનો માટે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) માં સરકારી નોકરી મેળવવાનો એક ઉત્તમ અવસર આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk cum Typist ) ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 18 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલા આ ભરતીમાં પ્રથમ પાંચ વર્ષ માટે પગાર ધોરણ ₹26,000/- ( ફિક્સ પે) છે. આ ભરતીમાં 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.
સરદાર પટેલ યુનિવર્સિટીની આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના 01 ઓક્ટોબર 2025 થી ચાલુ થઈ ગયા છે, છેલ્લે 25 ઓક્ટોબર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી વિશેની અન્ય બાબતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વિશેની વિગતો અહીં આપેલી છે. તો આ લેખને છેલ્લે સુધી વાંચીને જ આ ભરતી માટે ફોર્મ ભરો.
SPU Junior Clerk Bharti 2025
સંસ્થા સરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University – SPU) પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk cum Typist) કુલ જગ્યા 18
નોકરી સ્થાન વલ્લભ વિદ્યાનગર, ગુજરાત અરજી શરૂ કરવાની તારીખ 01 ઓક્ટોબર 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2025 અરજી કરવાની રીત online પગાર ધોરણ ₹26,000/- (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પે)
SPU Junior Clerk Bharti 2025 જગ્યાઓ
કેટેગરી જગ્યા
બિન અનામત (General) 6 આર્થિક રીતે નબળા વર્ગ (EWS) 1 અનુ.જાતિ (SC) 2 અનુ.જન.જાતિ (ST) 4 સા.શૈ.પ.વર્ગ (SEBC) 5 કુલ જગ્યાઓ 18
જુનિયર ક્લાર્ક ભરતી માટે શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત ઉમેદવાર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ઓછામાં ઓછા 50% ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડ સાથે સ્નાતક (Graduate) ની પદવી ધરાવતો હોવો જોઈએ. અંગ્રેજી વિષય ઉમેદવારે SSC/HSC કક્ષાએ એક વિષય તરીકે અંગ્રેજી (English) માં પાસ કરેલ હોવું જોઈએ. કમ્પ્યુટરના ઉપયોગની જાણકારી ઉમેદવારને કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની પાયાની જાણકારી હોવી જોઈએ. (સરકારના નિયમો મુજબ CCC/CCC+ અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવું પડશે.) ભાષા દક્ષતા ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરું જ્ઞાન હોવું જોઈએ.
ઉંમર મર્યાદા
ઓછીમાં ઓછી ઉંમર 21 વર્ષ મહત્તમ ઉંમર 35 વર્ષ
ઉંમર મર્યાદામાં છૂટછાટ
ઉમેદવારની કેટેગરી વયમર્યાદા માં છુટછાટ મહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો પાંચ વર્ષ N/A
અનામત કેટેગરીના પુરૂષ ઉમેદવારો (SC, ST, SEBC, EWS) પાંચ વર્ષ N/A
અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો (SC, ST, SEBC, EWS) દસ વર્ષ (5+5) 45 વર્ષની મર્યાદામાં
માજી સૈનિક ઉમેદવારો બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છુટછાટ N/A
નોંધ: ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ 25-10-2025 ના રોજની ગણવામાં આવશે.
અરજી ફી
કેટેગરી fee બીન અનામત (General) ₹1000/- અન્ય કેટેગરી (SC, ST, SEBC, EWS) ₹450/-
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ઓનલાઇન (Online Payment) માધ્યમથી જ ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં. ફી ભર્યા વિનાની અરજી માન્ય ગણાશે નહીં.
જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી 150 ગુણની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા MCQ પદ્ધતિની રહેશે અને તેમાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે. પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં ટોચ પર રહેલા ઉમેદવારોને (જગ્યાના મહત્તમ ત્રણ ગણા) પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ (150 ગુણ)
subject marks સામાન્ય જ્ઞાન 50 ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 ગાણિતિક અને તાર્કિક કસોટીઓ 30 કોમ્પ્યુટર ફન્ડામેન્ટલ્સ, એમ.એસ. ઓફિસ 30 total 150
SPU Junior Clerk Bharti 2025 અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ 01 ઓક્ટોબર 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2025 લેખિત પરીક્ષા તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે
જુનિયર ક્લાર્ક પગાર ધોરણ
પ્રારંભિક પગાર (ફિક્સ પે) ₹26,000/- (પ્રથમ 5 વર્ષ) પગાર વધારાની વિગત પાંચ વર્ષ પછી, નિયમો અનુસાર ₹19,900–63,200 (PML-2) ના પગાર ધોરણમાં નિયમિત
SPU Junior Clerk Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
અહીં તમને “Employment Notification” અથવા “Recruitment” વિભાગમાં જાહેરાત ક્રમાંક EST-17-2025 જોવા મળશે.
આ જાહેરાત પેજ પર અથવા સીધી અરજી પોર્ટલની લિંક https://rms.spuportal.in/ પર ક્લિક કરો.
જણાવેલા ઓનલાઇન ફોર્મમાં જરૂરી વિગતો ભરો, જેમ કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વિગતો.
જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે ફોટો અને સહી અપલોડ કરો.
ફીની ચુકવણીની પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ કરો. (જનરલ માટે ₹1000/- અને અન્ય માટે ₹450/-).
ફોર્મને સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ કાઢી લો.
જુનિયર ક્લાર્ક માં ફોર્મ ભરવાની લિંક
GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ
સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે
balachadi sainik school admishan start 2025
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
tanvipatel2692010@gmail.com